દશાનન

(30)
  • 5.1k
  • 3
  • 1.8k

આજકાલ ભીડથી અલગ હોવાનો, દેખાવાનો ટ્રેન્ડ પુરજોશમાં છે, હું પણ શા માટે બાકાત રહું તો આજે તો અલગ જ વિચાર્યું. રાવણને ન્યાય આપવાનું, ના આમ તો એટલી આવડત નથી પણ દુઃસાહસ કરવામાં શો વાંધો, કઈ ભૂલ થશે તો હવે થોડો રાવણ આવશે. जटाटवीगलज्जलप्रवाहपावितस्थले ।। આ શિવતાંડવસ્ત્રોતના રચયિતા રાવણ છે. આખા સ્ત્રોતનો અર્થ વાંચીએ તો શિવની ખાસિયતો ખબર પડે, ને સાથે સાથે જણાય દશાનનની વિદ્વતા. કહેવાય છે કે રાવણ દશ મુખ હોવાની માયા રચી શકતો હતો. ખૂબ માયાવી, ખૂબ વિદ્વાન ને કઠોર તપસ્વી. શિવનો આટલો મોટો ભક્ત બીજો કોઈ નહિ હોય. લંકાનો વૈભવ ને વ્યવસ્થા બેનમૂન હતા. જેમને વિશ્વાસ હોય કે