વિશ્વની ૫૦ સર્વશ્રેષ્ઠ ફિલ્મોની સફર: ભાગ-૫

(16)
  • 4.9k
  • 1
  • 1.6k

ફરી એક વાર આપ સૌનું સ્વાગત છે. આપણી પચાસ ફિલ્મોની સફર ધીરે ધીરે તેના અંતિમ પડાવ પર આવી પહોંચી છે. આપણે સૌ ‘આઈ.એમ.ડી.બી.(IMDb)’ સાઈટ પરની ટોપ ચાલીસ ફિલ્મોની સફર ખેડીને અંતે પ્રથમ દસ ફિલ્મો સુધી પહોંચી ગયા છીએ. તમે આ લાંબા લિસ્ટમાંથી કેટલી ફિલ્મો જોઈ ? ચાલો ત્યારે પ્રથમ દસ ફિલ્મોની સફરે… 10. ફાઈટ ક્લબ (Fight Club) (1999): આક્રોશ અને ગાંડપણ વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. આક્રોશ ક્યારે ગાંડપણનું સ્વરૂપ પકડી લે તે કહી ન શકાય. આપણે હાલના સમયમાં થયેલા વિવિધ આંદોલનો દરમિયાન આ વાત અનુભવી જ છે. લોકોનો આક્રોશ દેશની સંપત્તિને નુકશાન પહોંચાડવાના