જ્યારે ફિલ્મો જોવી એક ઉત્સવ હતો - ૪

(16)
  • 2.7k
  • 1
  • 1k

આ લેખમાળામાં આપણે અત્યારસુધી ગુજરાતના ખાસકરીને અમદાવાદના થિયેટરોની હાલત આજથી લગભગ વીસેક વર્ષ પહેલા સુધી કેવી હતી તેના વિષે જાણ્યું. આપણે એ પણ જાણ્યું કે કેવી રીતે એ સમયમાં મધ્યમવર્ગીય પરિવારો તકલીફો વેઠીને પણ ફિલ્મો જોવામાં આનંદ મેળવતા અરે! ફક્ત આનંદ જ નહીં પરંતુ તેનો ઉત્સવ મનાવતા. પરંતુ આજે આપણે જોઈશું કે આ ઉત્સવ મનાવવાની તેમની રીત કેવી હતી? જ્યારે પણ આપણી નજીક દિવાળી, હોળી, નવરાત્રી કે પછી મકરસંક્રાંતિ જેવા મોટા તહેવારો આવતા જાય છે તેમ તેમ આપણો તેના વિષેનો ઉત્સાહ વધતો જતો હોય છે અને જ્યારે આ તહેવારો આપણા આંગણે આવીને ઉભા રહે છે ત્યારે આપણો આનંદ અને ઉત્સાહ