પ્રકરણ – 5 ક્લોરોફોર્મ શ્વાસમાં જવાને કારણે હું નિશ્ચેતન બની રહ્યો છું..... આંખો ઘેરાઈ રહી છે..... દ્રષ્ટિ ધૂંધળી થતી જાય છે..... બુરખો પહેરીને ઊભેલી એ છોકરી પણ હવે સ્પષ્ટ દેખાતી નથી..... એક-બે ઝોકાં ખાધાં..... હું ભાન ગુમાવી રહ્યો છું..... ફરી એક ઝોકું આવ્યું..... આંખો મીંચાઈ ગઈ...... ***** અર્ધજાગ્રત અવસ્થામાં આવ્યો. આંખો બંધ છે. શરીર પર કોઈ કાબુ નથી. શરીરમાં થતી અમુક સંવેદનાઓ પરખાય છે..... આખું શરીર ક્યાંક લટકી રહ્યું હોય એવું લાગે છે. બંને હાથ ખેંચાયેલાં છે અને પગ પણ ખેંચાયેલાં છે. બાકીનું શરીર હવામાં લટકી રહ્યું છે, સહેજ સહેજ હીંચકા ખાઈ રહ્યું છે. મને ક્યાંક મૂકવામાં આવ્યો. હવે હું