જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 41

(31)
  • 3k
  • 1.2k

રવિન્દે હા તો ભરી દીધી રીતલને મળવા માટે પણ તેને આવી હાલતમાં જોવાની તેની હિંમત નહોતી. ના રીતલ સામે ઊભા રહેવાની. રીતલ ગમે તેટલી તેના ચહેરાને છુપાવવાની કોશિશ કરી જોવે પણ રવિન્દ તેને ઓળખી ના શકે તેવું પણ ના બને. તેને એક જ મિનિટમાં રીતલને ઓળખી લીધી પણ મળવાની ના તે કેવી રીતે કરી શકે જેટલો હક તેનો હતો આ ઓફીસમાં બેસવાનો તેટલો તેનો પણ હતો જ તેને રીતલને અંદર આવવા માટે પરમીશન આપી, ને રીતલ અંદર આવી. રીતલને જોતા જ તેને ગળે લગાવાનું મન થયું પણ કેવી રીતે તે અહીં અનજાન બનીને આવી હતી તો તેને પણ તેની સાથે