ધર્માાધરન - 2

(15)
  • 3k
  • 2
  • 1.1k

રસ્તા પર બેસીને પ્રકૃતિના સૌન્દર્યને માણતો , પરોઢથી સાંજ સુધી રાહ જોતો, ધર્માા બાળકની જેમ રડી રહ્યો હતો. તેના આંસુઓ રક્ત રંજીત ગાલો ઉપર ઢળી રહ્યા હતા. ગરમ આંસુઓ સાથે મળીને લોહીનાં સુકાયેલા ટીપાં ચહેરા પર ફેલાઇ ગયાં હતાં. ધર્મા રાહ જોવા સિવાય કૈં જ નથી કરી શકતો. તે થાકેલો અને અસ્વસ્થ હતો. તેની આંખો લાલ હતી. ઘણા વર્ષોના થાકને લીધે તે સંપૂર્ણ ઉત્સાહહીન હતો. તેણે ઘણા રાજાઓને અણઘડ રીતે રાજ કરતા જોયા, ઘણા નેતાઓને તેમના લોકોને ગેરમાર્ગે દોરતા જોયા છે. તેનું માનવું છે કે આ વર્ષોમાં આ દુનિયામાં કોઈ પરિવર્તન જ આવ્યું નથી. તે રાજાશાહી અને લોકશાહી રાષ્ટ્રનો સાક્ષી રહ્યો