પ્રલોકી - 2

(25)
  • 3k
  • 3
  • 1.5k

પ્રત્યુષ અને પ્રલોકી જમી ને અગાશીમાં બેઠા બેઠા વરસાદ ને જોઈ રહ્યા હતા. હાથમાં હાથ નાખી પ્રલોકી પ્રત્યુષ ના ખભા ઉપર માથું ઢાળીને બેઠી હતી. પણ પ્રબલ ની યાદ એના મન પર હાવી થઈ ગયી હતી. પ્રત્યુષે કહ્યું આજે વરસાદ બંધ થશે એમ લાગતું નથી. પ્રલોકી બોલી હા એને આજે મન ભરીને વરસવા દો, બંધન માથી મુક્ત થવા દો. પ્રત્યુષ સમજી ના શક્યો પણ કહ્યુ આ બધી કુદરત ની કરામત છે, આપણુ કંઈ ચાલે જ નહીં. આપણુ તો કયાંય ચાલતું જ નથી, પ્રલોકી બોલી. પ્રલોકી ને સારી રીતે જાણનાર પ્રત્યુષ આજે એના આવા વાક્યો