આમ તો જ્યાં લોહીનાં સંબધો હોય ત્યાં વાત ક્યારેય નબળી હોતી જ નથી. રૂંવાડા ઊભા ન કરી દે તો એ વાત લોહીનાં સંબધોની ના હોય. બાળપણથી માંડીને જો હું વાત કરવા જઈશ તો ખૂબ લાંબુ લખાણ થશે. માટે સીધો બનાવ જ કહું છું....એક ખેડૂત હતા જેનું નામ ભોળાભાઈ. અને નામ એવા જ ગુણ. તેમને એક સેજલ નામની દીકરી હતી. સેજલના લગ્ન પછી પોતાના પતિ રવિ સાથે બંને અમદાવાદ રહેતા હતા. ભોળાભાઈ ગામડે પોતાનું ગુજરાન ચલાવતા હતા. રવિ પોતે અમદાવાદમાં ડૉકટર હતો. સેજલને રંગે ચંગે પરણાવી ઘરેથી વિદાય આપી એના લગભગ ત્રણ વર્ષ થયાં હતાં. હજુ સેજલને એક પણ સંતાન ન