એક વૃધ્ધ માતા પિતા તેના દીકરા ની રોજ રાહ જુએ. તે સાંજે મોડો ઘરે આવે પેલા જમી લે પછી તેના રૂમમાં ટીવી જોઈ સૂઈ જાય. સવારે વેલો ઉઠી કામ પર જતો રહે. એટલો વ્યસ્ત કે ઘર ની સંભાળ લેવામાં પણ ફુરસદ નહી.ઘરડા માં બાપ એકલતા માં પોતાનો સમય પસાર કરે. ઘણી કોશિષ કરે દીકરા સાથે વાત કરવાની પણ તેને ક્યાં સમય હતો પાસે બેસી વાત કરવાનો. એક મકાન મા રહેવા છતાં તે તેના દીકરા ને સરખી રીતે જોઈ પણ ન શક્તા. આખો દિવસ કામમાં હોય એટલે દીકરા ને ઘરની કાંઈ પડી નહીં. રજા હોય તો પત્ની ને લઈ ફરવા જતો