વિષાદ યોગ - પ્રકરણ - 45

(180)
  • 7.1k
  • 8
  • 4.1k

નીશિથ અને સમીર જ્યારે દરબાર ગઢમાંથી બહાર નિક્ળી કારમાં બેસવા જતા હતા ત્યાં એક માણસે આવીને નિશીથને કહ્યું “માતાજી તમને બોલાવે છે.” આ સાંભળી નિશીથે સમીર સામ જોયુ અને આંખોથીજ સમીરને ત્યાં રોકાવા કહ્યું અને નિશીથ પેલા માણસની સાથે ઉર્મિલાદેવી પાસે ગયો. ત્યાં જઇને તેણે જોયું તો ઉર્મિલાદેવી બેઠા હતા અને ગંભીરસિંહ તેની પાસે ઊભો હતો. નિશીથ દાખલ થયો એટલે માતાજીએ કહ્યું “દિકરા તને એક વાત કહેવા માટેજ બોલાવ્યો છે. આ ગંભીરસિંહ મારો ખાસ વિશ્વાસુ માણસ છે તારે ગમે ત્યારે કંઇ પણ જરુર પડે તો તેને કોન્ટેક્ટ કરજે. અને તેના પર પુરો ભરોશો રાખજે. અને બીજુ તારે કંઇ પણ