ભૈરવનું ભાગ્ય

(11)
  • 3.2k
  • 1.2k

રજવાડી રાજ્ય પાલનપુર, જે આઝાદી પછી હાલ એક તાલુકો બની ગયો છે અને આ તાલુકા માં એક નાનકડું ગામ હતું. જે પાલનપુર થી માત્ર ચાર જેવા કિલોમીટર દૂર આવેલું હતું. આ ગામ માં પ્રવેશ કરવા માટે મુખ્ય રોડ થી એક નાનો ફાંટો પડતો હતો જે ગામ સુધી આવતો હતો. ગામ માં પ્રવેશ કરતા જ એક મંદિર આવતું જે રમણીય હતું તેની બાજુમાં ગામનું પાદર, નિશાળ, અને ગામનું વાતાવરણ ગામ માં અનેરી સુંદરતા અને શાંતિ પ્રેરતું હતું. પણ થોડા સમય થી ગામ નું આ વાતાવરણ ડોહળાંયુ હતું.