મૃત્યુ પછી પણ મળેલા વિજયની કથા જ્યારે ફિલ્મની વાર્તા અથવાતો તેનું પોત કરુણતાથી ભરપૂર હોય તો ડિરેક્ટરની એ જવાબદારી બને છે કે તે ફિલ્મને ક્યાંય ધીમી પડવા ન દે અને તેનું વહેણ સતત ચાલતું રહેવા દે. જ્યારે નિર્દેશક આમ કરવાને બદલે એ વહેણને ગમેતે રીતે વાળવા માંડે ત્યારે એ ફિલ્મની વાર્તાનું પોત મરણ પામતું હોય છે.