શાપિત વિવાહ -1

(143)
  • 23k
  • 23
  • 23k

અરવલ્લીની પહાડીઓ, નજીકમાં આવેલુ અંબાજી નુ અંબે માનુ સુપ્રસિદ્ધ ધામ અને આ ડુંગરોની મધ્યમા આવેલુ એક નાનકડુ અભાપુરા ગામ. અત્યારે તો આ નાનકડા ગામમાં કદાચ હજારેક માણસોની માડ વસ્તી હશે. મોટા ભાગના લોકો મજુરી કરીને જીવતા. શ્રમજીવી લોકો રોજનુ કમાય ને રોટલો રળે. એટલી સુખી સંપન્નતા એટલી નહોતી. એક બે ક્ષત્રિયો ના ઘર . પણ હવે ત્યાં પણ એકલદોકલ માણસો રહેતા. આજે એ જ ગામ આખું ચારેતરફ રોશનીથી ઝળહળી રહ્યું છે.આખા રસ્તે રંગોળીઓ પુરાયેલી છે. અને એક સૌનુ આકર્ષક એવી એક હવેલી જે આખા ગામની શાન હતી એ આજે વર્ષો પછી ફરી ખુલી છે.અને રોશનીથી ઝગમગી છે.અને ચારેતરફ શોરબકોર છે.