કેતકી જોઇ જ રહી. આ તે કેવી જીંદગી. આજે સવારથી અસુખ લાગતુ હતુ. બાકી હતુ તો વાસણ ઘસવાવાળા માસીએ રજા પાડેલી. ઢગલો કપડા મશીનમાં ધોઈને સૂકવીને વાસણ ઘસવા બેઠી ત્યારે માથુ એટલું દુઃખવા લાગેલુ કે આંખોમાં આંસુ આવી ગયેલા. સાસુએ રસોઈ શરૂ કરી દીધેલી. ટિફિનનો સમય તો સાચવવો જ પડેને. એમાંયે હવે 2 નહીં ત્રણ ટિફિન. ત્રીજા ટિફિનના ઉલ્લેખથી મનમાં ચચરાટ થયો. પોતાના પતિ રાહુલ અને દેર અંશ સાથે દેરાણી વૃંદાનુ ટિફિન પણ હવે ભરવુ પડતુ. કેતકીના લગ્નને પાંચ વર્ષ થયેલાં, ચાર વર્ષનો દિકરો વંદન, સાસુ સસરા, પતિ રાહુલ, દેર અંશ અને પોતે એમ મોટો પરીવાર હતો. હમ્મેશા કામ તો