Trapped in Toilet - 1

(11)
  • 4.4k
  • 2
  • 1.8k

આશરે વીસેક વર્ષ પહેલાંની વાત..! ના ના રાત નહીં..! વાત..!! હું ત્યારે દ્વારકા પાસે મીઠાપુરમાં સ્થિત ટાટા કેમિકલ્સ માં ટ્રેઇનિંગ અર્થે જોડાયેલો અને ત્યાં હોસ્ટેલમાં જ રહેતો. મહિને બે મહિને એકાદી વખત જામનગર આવી જતો, આવવા-જવા માટે રેલવે સૌથી સગવડતા ભર્યું રહેતું કેમકે રોડ-રસ્તા તો ત્યારે બહુ ખાડાખબડા વાળા જ હતા ઉપરથી અઢી-ત્રણ કલાક બસમાં બેસી અકળાઈ જવાતું, અને આમેય અમારે ત્યાં કહેવાય છે કે "સસ્તું ભાડું અને દ્વારકા ની જાત્રા" એ મુજબ ત્યારે તો લોકલ ટ્રેનમાં અંદાજે ઓગણીસ રૂપિયા જેવી જ ટીકીટ હતી, તો હું મોટેભાગે ટ્રેનમાં જ આવવા-જવા નું પસંદ કરતો. બપોરે બારેક વાગ્યા આસપાસ મીઠાપુરથી જે લોકલ