વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-3)

(23)
  • 2.4k
  • 1
  • 1.4k

પ્રકરણ – 3 દુનિયા ઘણી સારી છે. જે થશે એ સારા માટે જ થશે........ ***** આવી ગયું વિરમગામ. બસ વિરમગામનાં બસ-સ્ટેશનમાં ઊભી છે. મેં સમય જોયો- ૮.૧૧બસમાંથી ઊતર્યો કે તરત જ ઠંડી વીંટળાઈ વળી. પીળી લાઈટ્સનો પ્રકાશ બસ-સ્ટેશનમાં પથરાયેલો છે. બહુ ઓછા લોકો બસ-સ્ટેશનમાં ઉપસ્થિત છે. હું આવ્યો એ બસમાંથી ઉતરેલું ટોળું બસ-સ્ટેશનની બહાર નીકળવાના માર્ગે ચાલતું થયું છે. હું પણ ચાલ્યો. બહાર આવ્યો. લોકોની અવરજવર વધારે છે. દુકાનોના સાઈનબોર્ડ્સ પરની લાઈટ્સ ઝળહળી રહી છે. મોટાભાગની સ્ટ્રીટ-લાઈટ્સ બંધ પડી ગયેલી છે. અહીંથી રેલવે-સ્ટેશનના રસ્તાની મને જાણ છે. ચાલ્યો. ગલ્લાઓની ફરતે વીંટળાયેલા ટોળાંમાંથી સિગારેટના ધુમાડા ઊડી રહ્યા છે. કોઈક