ટેક્ષી એક આશ્રમ પાસે જ્ઈ ઊભી રહી. રીતલે ટેક્ષી ડાઈવરને પૈસા આપ્યાને તે આશ્રમની અંદર ગઈ. થોડાક સમય પહેલા જયારે તે અહીં આવી હતી ત્યારે તેની પાસે આ બાળકોને દેવા ધણું હતું. પણ, આજે તે ખાલી હાથ આવી. છેલ્લા બે કલાકથી આમતેમ ધુમતા રસ્તાના કારણે તેનો ચહેરો થોડો ફિકો પડી ગયો હતો પણ તેના ચહેરા પરની હસી તેના ખોવા ન દીધી. તેના અંદર જતા જ કેટલા બાળકો તેને વળગી પડયા. ખુશીથી જુમી ઉઠયા કે દીદી અમારા માટે કંઈ લાવ્યા. પણ રીતલના ખાલી હાથ તે બાળકોને ખામોશ કરી ગયા. તેને બેગમાથી એક ચોકલેટનું પેકેટ કાઠયું ને બધા જ બાળકોના હાથમાં ચોકલેટ