પ્રેમ કે પ્રતિશોધ-36(આગળના ભાગમાં જોયું કે અર્જુનને વિનયનો મોબાઈલ અને એક ચીઠ્ઠી મળે છે. વિનયની આંખ ખુલે ત્યારે તે એક ખુરશીમાં બંધાયેલી અવસ્થામાં હતો)હવે આગળ.....વિનયે ખુરશીમાંથી છૂટવા માટે પ્રયત્નો કર્યા પણ તેના સઘળા પ્રયત્નો વ્યર્થ નિવડયા, અંતે થાકીને તેણે બમ પાડી,“કોઈ છે?, જે હોઈ તે સામે આવે...."પરંતુ એક બે વખત મોટા અવાજે બોલવા છતાં કોઈ પણ ત્યાં આવ્યું નહીં એટલે વિનયે થાકીને બૂમ પડવાનું બંધ કરી તેને અહીં શા માટે અને કોના દ્વારા લાવવામાં આવ્યો તે વિચારવા લાગ્યો.*****પેલી ચિઠ્ઠીના આધારે અર્જુનને એ તો સમજાય ગયું કે વિનયના ગાયબ થવા પાછળ પણ અજય અને શિવાનીના ખૂનીનો જ હાથ છે. તેણે આખી