રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૭ સમય જતા બધું જ બદલાય અને સમયે પણ કરવત લીધી. જેકી હજી કાર પાર્ક કરીને આવ્યો નથી. વિકી-શનાયા અને હૅલન હજી એની રાહ જોવે છે. 'શનાયા, હજી કેમ આ આવ્યો નથી જેકી? મને ચિંતા થાય છે.', હૅલન બોલ્યા. 'હું તમને મળવા આવ્યો અને તમે મને આમ રસ્તામાં બોલાવીને ફોન નથી ઉપાડતા. હું ૧ કલાકથી તમને કોલ કરું છું. તમે ક્યાં છો? જલ્દી મળો, પ્લીઝ.... પેલા લોકો મારી રાહ જોતા હશે અને ચિંતામાં હશે. પ્લીઝ..', જેકી ફોનમાં વાત કરે છે. 'બોલો, અહીંયા છું હું.' 'તમે પ્લીઝ હૅલન અને અમારી જિંદગીથી દૂર થઇ જાઓ. તમને જે જોઈએ એ બધું જ હું