મારું વ્હાલું જૂનાગઢ

(16)
  • 6.3k
  • 1
  • 1.3k

સોરઠ ધરા જગજુની.... હાલ...જોને ગરવો ઈ ગઢ ગિરનાર... એ જેના હાવજ... હાવજડાં હૈંજળ પીયે.... હાલરે..ન્યાનાં નમણાં નર ને નાર..... હા, એજ સોહામણી સોરઠ ધરાની વાત છે જ્યાં ગરવો ગઢ ગિરનાર આવેલ છે . જૂનાગઢ નામ સાંભળતા જ આહા.... કંઈક અલગ જ ફીલિંગ આવી જાય. પોતાની જન્મભૂમિ કે વતન પ્રત્યે કોને પ્રેમ ન હોઈ ? આવો જ પ્રેમ મને મારા જૂનાગઢ સાથે....કંઈક અલગ જ નાતો બંધાય ગયો અને એટલો તો ગાઢ કે જાણે કોઈ સ્વજન . આમ તો જૂનાગઢની વાત કરવા બેસું તો કદાચ મારા મુખે તો પુરી જ ન થાય . ઘણું ઘણું મહત્વ મારે મન જૂનાગઢનું