મગજમારી

(23)
  • 9k
  • 1
  • 2.4k

મગજમારી એક હોશિયારપુર નામે ગામ હતું. આ ગામની અંદર ઘણા બધા હોશિયાર માણસો રહેતા હતા.ગામમાં એકથી ચડિયાતા એક એમ અનેક હોશિયાર માણસો હોવાને લીધે તો ગામનું નામ પડ્યું હતું. ગામમાં ઓછી અક્કલવાળા માણસો જ ઓછા હતા, એમ કહો તો ચાલે પણ હશે કોઈ ગણ્યું ગાઠયું. એવા આ હોશિયારપુરમાં રામજીકાકા અને તેમના પત્ની જાનકીકાકી રહેતા હતા. તેમનો પરિવાર પણ ખાધેપીધે સુખી હતો, ને વળી તેઓ હોશિયાર અને ચતુર પણ હતા. તેમના દરેક કામમાં હોશિયારી અને ચતુરાઈ દેખાઈ આવતી હતી. તેમને એક દીકરો પણ હતો ચતુર જેનું નામ. આ ચતુર પણ ખુબ ચતુર,ચપળ અને હોશિયાર હતો. નખશીખ તેમના માતપિતાના ગુણ