વર્ષ : ૨૦૧૯ એક સૂમસામ રાત્રીમાં મંદ મંદ ઠંડો પવન વહી રહ્યો છે. શહેરથી થોડે દૂર એક ગામડું આવેલું છે. આટલી રાત્રીમાં પણ તે ગામડામાં આજે શાંતિ નથી. બધા એક ઘરની બહાર ભેગા થયેલ છે. અને જુદી-જુદી વાતો કરે છે. “આ લોકોને ગામની બહાર કાઢી નાખો.” “આ ગધેડાંઓ એક છોકરો નથી સાચવી શકતાં.” “રોજ શું એકની એક વાતો લઈને અહિયાં આવ્યા કરવાનું.” “આજે તો આ લોકોનો ફેસલો કરવો જ પડશે.” “આ છોકરો જો અહિયાં રહ્યો તો આપણાં છોકરાને ભરખી જશે.” પોતાના ઘરના બારણે આવેલ લોકોની વાતો કિશોરભાઇ અને તેમના પત્ની કુસુમબેન રડતી આંખોએ સાંભળી રહ્યા હતા. તે લોકોને સમજાવવાની કોશિશ