ઇવીનો ઉત્પાત

  • 2.8k
  • 943

ઇવી??? હા ઇવી જ. ઇવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) નહીં. સામાન્ય રીતે આપણા મનમાં ઇવીએમ રમતું હોય છે. તેને લગતી કંઇક ને કંઇક ન્યુઝ આઇટમ આવતી જ રહેતી હોય છે. પરંતુ આજે આપણે ઇવીએમની નહીં પણ ઇવી એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ (વીજળીથી ચાલતા વાહન)ની વાત કરવાના છીએ. ઇલેક્ટ્રિક વ્હીકલ (વિદ્યુત વાહન), જેને ઇવી પણ કહેવાય છે, તે પ્રોપલ્શન (આગળ ધકેલવા) માટે એક અથવા વધુ ઇલેક્ટ્રિક મોટર્સ અથવા ટ્રેક્શન મોટર્સનો ઉપયોગ કરે છે. વિદ્યુત વાહનને બળતણ પુરું પાડવા વાહનમાંથી જ ઉત્પાદન થતી (કલેક્ટર સિસ્ટમ દ્વારા સંચાલિત) વીજળી અથવા બેટરી, સોલર પેનલ્સ અથવા ઇલેક્ટ્રિક જનરેટર સાથે સ્વયં-સમાયેલ ઊર્જા પુરી પાડી શકાય. સ્કોટિશ શોધક રોબર્ટ એન્ડરશન