ઓપરેશન પોલો

(65)
  • 6.4k
  • 7
  • 1.4k

ઓપરેશન પોલો – હૈદરાબાદના ભારતમાં વિલયની અનોખી વાર્તા ૧૫મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો હતો તે તો આપણને ખબર જ છે, પરંતુ ભારત સાથે એ જ દિવસે અન્ય ૫૬૫ રજવાડાંઓ પણ આઝાદ થયા હતા. આ તમામ રજવાડાંઓને ભારતમાં ભેળવી દેવાની જવાબદારી તે સમયના અને દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલ પર આવી પડી હતી. સરદાર પટેલે પોતાના સેક્રેટરી વી પી મેનનના સંનિષ્ઠ સહકારથી એક અશક્ય કાર્ય પૂરું પાડ્યું અને તે હતું તમામ રજવાડાંઓને ભારતમાં ભેળવી દેવાનું અને ભારતને એક રાષ્ટ્ર બનાવવાનું.