ટાંકણી અને તલવાર

(19)
  • 4.3k
  • 3
  • 703

ટાંકણી અને તલવાર .. દિનેશ પરમાર” નજર”હજારો આંસુઓ ભેગા મળી પળવાર બોલે છેમરેલા માનવી પાછળ જીવન વેવાર બોલે છેકરેલા કામ જે કાળા કદીયે મ્યાન ના જાણે સદા અળગા થઇને એટલે તલવાર બોલે છે -દિનેશ પરમાર” નજર”********************************** આખી પોળમાં બે સગા ભાઇ વચ્ચેનો ઝગડો ચર્ચાનો વિષય થઇ પડ્યો.લોકો વિચારમા પડી ગયા.કારણ આજ પોળમાં જન્મેલા ને ત્યારથી લઇ આજદિન સુધી રામ-લક્ષ્મણની જેમ રહેલા ,યોગેશ અને ભદ્રેશના ઝઘડા વિષેતો સ્વપ્નમા પણ કોઇ વિચારી ના શકે.પણ એ હકીકત હતી કે બંન્ને ભાઇ વચ્ચે ઝઘડો થયો હતો.