રોડ પોતાના નામે કરેલો હોય એમ, મોઢામાં ઠુસેલા મસાલાની પિચકારી રોડ પર મારતાં મહેશે રિવા ને ફોન કર્યો. બે ત્રણ વખત આખી રિંગ ગઈ છતાં રિવાએ ફોન ન ઉઠાવ્યો એટલે એ કંટાળીને "આગમન સેન્ચુરી" ના ચોથા માળે 404 નંબરના ફ્લેટે પોહચ્યો. ચાવી તો એને આગલે દિવસે જ મળી ગઈ હતી, એટલે એણે લોક ખોલવાની કોશિશ કરી. પણ, બે ત્રણ વાર ચાવી આમતેમ ફેરવવા છતાં લોક ન ખુલ્યું. એણે ફરી રિવાને ફોન કર્યો."હેલો, રિવાબેન?" એના પ્યોર મેહસાણી ટોનમાં મહેશ નો અવાજ ગજબ કોમેડી લાગતો."હેલો, હા મહેશભાઈ બોલો"."બેન ફોન તો ઉપાડો, ઑય અરધા કલાકથી મથું સુ પણ આ બળ્યું તાળું જ નહી