પ્રોમિસ

(31)
  • 2.6k
  • 3
  • 794

હિનાની આંખો ખુલી. બારીમાંથી પડતુ સુરજનુ ચાંદરડું જોઇ રહી. ગળે શોષ બહુ પડ્યો, તરસ બહુ જ લાગી હતી પણ બાજુમાં બોટલ ખાલી પડી હતી. એને થયુ અવાજ મારુ, પણ માંડી વાળ્યું. આંખમાં આંસુ આવતાં રોક્યા. ખુદને આટલી નિઃસહાય ક્યારેય અનુભવી નહોતી. બાજુમાં પડેલ મોબાઇલ ઉઠાવ્યો..ઓહ 8.30 થઈ ગઇ હતી. અત્યારે તો એ મોર્નિંગ વોક, યોગા, ચા નાસ્તો બધુ પતાવીને કામવાળી પાસે ઘર સાફ કરાવતી હોય. એક નિશ્વાસ એના મોંમાંથી સરી પડ્યો. છેલ્લા પંદર દિવસથી એવુ લાગતુુ હતુ કે આખી દુનીયા ઉપર તળે થઈ ગઇ છે. ફરી ફરીને એ દૃશ્ય નજર સામે ફરી વળ્યું. નાની નણંદ ભૂમીના વેવિશાળની વાત ચાલતી હતી,