જિંદગીની સફર ભાગ -૧

  • 2.6k
  • 3
  • 1k

દરરોજની જેમ ૯:૦૦ વાગતાં શાળાનો એ બેલ રણક્યો પોત પોતાની વાતોમાં મશગુલ વિદ્યાર્થીઓના ગ્રૂપ હવે એક સામટા ક્લાસરૂમ તરફ દોડ્યા . ક્લાસરૂમમાં પોતપોતાની જગ્યા લીધા પછી પણ જેમ દરેક વિદ્યાર્થી ટેવાયેલા હોય એમ પોતાની આજુબાજુના મિત્રો સાથે ફરી વાતોમાં મશગૂલ થઈ ગયા. કેટલા અજીબ હોય છે ને આ દિવસો માત્ર યાદ કરવાથી દુનિયા ફરી આંખ સામે જીવંત બની જાય છે એ મારો બેસ્ટ ફ્રેન્ડ, એ મારો દુશ્મન ,મારી બેન્ચ,મારા પ્રિય શિક્ષક ,શાળાના દરેક ખૂણા જાણે આપણી આસપાસ ગોઠવાઇ અને ફરી એ દુનિયાનું નિર્માણ કરી જાય છે .ક્લાસરૂમમાં શિક્ષકનું આગમન થયું ક્લાસરૂમમાં શિક્ષકનું આગમન થતાં દરેક વિદ્યાર્થીઓ નિયમિત ગોઠવાઇ શિક્ષકને વંદન