થાપા

(36)
  • 4k
  • 1.4k

દ્વારકા નગરી ની વાયવ્ય દિશામાં ખડકાળ સતત ભરતી ઓટ થયાં કરતાં દરિયા કાંઠે થી એક દોઢ ગાવે એક સુંદર રળિયામણું નાનકડું ગામ આવેલું. ગામ ને મુગટ સમાન નાનકડું તળાવ , સવાર સાંજ ગામ નો ઝાંપો મોરલા ના ટહુકા થી ભરાય જાય એટલા મોર. બસ્સો ખોઈડાં ના ગામ આખા નું પાણી આ તળાવ પૂરું કરે .આ ગામ માં જવાનો મુખ્ય મારગ તળાવ પાસે થી જ નીકળે આશરે અડધો કિલોમીટર ચાલો ત્યાં જ ગામ નો ઝાપો આવે આ આખા ગામ માં ઝાપા બાર બે જ ખોઇડા એક માં શિવા ભા રહે ને એ જ દીવાલે એમના મોટા ભાઈ માશંકર ભા રહે બેય ભાઈ