થોડાક દિવસો પહેલા હું વડોદરા ગયો હતો ત્યાં મારૂં કામ પતાવીને સંગમ ચારરસ્તા આગળ મારી નાનકડી છોકરી ને ઊંચકીને ઊભો જ હતો ત્યાં એક નાનકડો છોકરો ફુગ્ગા લઈને આવ્યો. તેની ઊંમર લગભગ 10 થી 12 વર્ષ ની વચ્ચે ની હશે. તે મારી પાસે આવીને તેનો એક ફુગ્ગો લેવાનો આગ્રહ કરવા લાગ્યો. એનો ફુગ્ગો ફક્ત 10 રુપિયા નો હતો. તે વારંવાર આગ્રહ કરતો હતો કે સાહેબ ખાલી 10 રુપિયા નો જ ફુગ્ગો છે લઈ લો. થોડીક ક્ષણ માટે હું એને દેખી રહ્યો. એનું વર્ણન કરવા જાઉ તો રંગે ઉજળો શરીર ભરાવદાર અને