‘મેરે ઘર આયી એક નન્હી પરી...’ મોબાઈલની રીંગ વાગી. હરિણીએ ટીવીનું વોલ્યુમ બંધ કર્યું. “હલ્લો, મમ્મી. મારા એક્ટીવામાં પંક્ચર પડ્યું છે મને થોડી વાર થશે. ઓમ આવે તો એને બેસાડજે. એના વેલકમની તૈયારી તો થઈ જ ગઈ છે. માત્ર એ આવે, ત્યારે એને વેલકમડ્ર્રીંક બનાવીને ફ્રીઝમાં મૂક્યું છે, તે આપી દેજે બાકી હું આવીશ પછી.” “સારુ બેટા, પણ તને કેટલી વાર લાગશે ?” “ખબર નથી મમ્મી, પણ હજુ તો પંક્ચરવાળાની દુકાન પણ શોધવાની છે.” “સારુ સારુ.. તું આવે એટલી વારમાં હું એની પૂછપરછ પણ કરી લઈશ.” “મમ્મી… નો...”ડોલી ગભરાઈ. “તારી આદત મુજબ ફેમિલી વિશે સવાલો કરી એને બોર ન કરતી