બૉલીવુડ હવે આઇપીએલ જેવું થઈ ગયું. મેદાનમાં રમવાવાળા 11 જ ખેલાડી હોય. પરંતુ આખી ટીમમાં 40 જેટલા ખેલાડીઓ હોય. કોઈને ચાન્સ મળે તો રમવા બેટ ન મળે અને કોઈને બેટ મળે તો છેલ્લી ઓવર જ હોય. પછી તો સિક્સ પર સિક્સ માર્યે જ છૂટકો....હવે તો દર શુક્રવારે ત્રણ ત્રણ ફિલ્મો રિલીઝ થાય છે. પરંતુ આજીવન યાદ રહે એવી ફિલ્મો કેટલી?? છેલ્લા પાંચ વર્ષમાં ભાગ્યે જ દશ ફિલ્મો એવી નીકળે જેને આપણે યાદ ન કરવી પડે.. એ યાદ જ હોય. ફિલ્મોના પ્રમોશન થાય છે પણ ફિલ્મો નથી ચાલતી. પહેલાં પ્રમોશન લિમિટેડ થતાં છતાં ફિલ્મો આજે પણ નથી ભુલાતી. કારણ કે, સ્ટોરી દમદાર