પ્રેમ કે પ્રતિશોધ - 30

(86)
  • 2.8k
  • 3
  • 1.9k

પ્રેમ કે પ્રતિશોધ-30(આગળના ભાગમાં જોયું કે અર્જુન અને રમેશ પ્રેમના એક્સિડેન્ટ વિશેની વિગતે માહિતી મેળવી અમદાવાદ તરફ રવાના થાય છે. જ્યારે રાજેશભાઈ કોઈ વ્યક્તિને અર્જુન ત્યાં આવ્યો હતો એવી જાણકારી આપે છે.)હવે આગળ..... અર્જુન અને રમેશ લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચે છે. એટલે આ કેસ બાબતે વધારે ડિસ્કશન કાલે કરશું એમ નક્કી કરી બંને છુટ્ટા પડ્યા. બીજી બાજુ રાધી અને દિવ્યા એક કેફે શોપમાં વિનયના કહ્યા મુજબ સાંજે 7 વાગ્યે ત્યાં પહોંચીને બાકીના બધા મિત્રોની રાહ જોઈ રહ્યા હતા. લગભગ પાંચેક મિનિટમાં સુનિલ અને વિકાસ પણ ત્યાં આવી ગયા અને અંતે નિખિલ અને વિનય પણ કેફેમાં