કમાઉ દીકરી ધોધમાર વરસાદ ચાલી રહ્યો. ક્યાંય સુધી સાવ સુનમુન બેસી રહ્યા પછી અંતરની દઝાડતી આગ ઓલાવાવા બહાર નીકળી. વરસતા વરસાદની ધારે આખીયે ભીંજાઇ ગઈ. અંદરથી કંઇક બહાર નીકળવા ધક્કો મારી રહ્યું. કંઇક અગૂઢ ગૂંગળામણ....વરસતા વરસાદની ઝડીઓ...વચ્ચે આકાશમાં ગાજતા વાદળોનો પડઘો અંતરમન સુધી પહોંચ્યો. વીજળીનો ઝબકારો હ્રદયને ચીરતો આંખે નીતરતા આંસુના ટીપે ઝબક્યો. નખશીખ નીતરતા પાણીમાં પણ મારી આંખે વહેતી આંસુની ધાર કંઇક અલગ ઉપસી રહી. પાણી તો પાણી જ છે..પછી તે વરસાદનું હોય કે આંસુનું...પણ ના...મારે મન આ બંને પાણી ક્ષીરનીર સમા અલગ ભાસ્યા. વરસાદથી નીતરતા પાણી સાથે તે દિવસે પણ મારા આંસુ ભેળવાયેલા...ખુશીના આંસુ...જ્યારે કેશવે મને ભરબજારમાં મેરેજ