એક શુક્રવાર અગાઉના શુક્રવારે એક મજાની ફિલ્મ જોઈ, છીછોરે. જે લોકો હોસ્ટેલમાં રહીને ભણ્યા હશે એમને આ ફિલ્મે મજા જ મજા કરાવી દીધી હશે તેમાં શંકાને સ્થાન નથી. સોશિયલ મિડીયામાં આ ફિલ્મના રિવ્યુ પણ મોટેભાગે એ હોસ્ટેલ અને કોલેજ લાઈફના અનુસંધાને જ આવ્યા છે. પરંતુ જે લોકો ટીનેજ બાળકના માતાપિતા હશે તેમને છીછોરેએ કદાચ અંદરથી ઝંઝોળી નાખ્યા હશે. કારણકે છીછોરે એ ઘટનાઓ વિષે વાત કરે છે જે આપણને લગભગ દર વર્ષે આપણી આસપાસ અથવાતો અખબારોમાં કે ટીવી ન્યૂઝ ચેનલોમાં ઘટતી જોવા મળે છે. આ વાત છે નાના અથવાતો ટીનેજમાં પ્રવેશેલા બાળકોની પરીક્ષામાં નિષ્ફળ થવાથી કરવામાં આવતી આત્મહત્યાની. છીછોરેમાં ‘looser’ શબ્દને