વિષાદ યોગ - પ્રકરણ - 41

(171)
  • 7k
  • 4
  • 4.3k

એક નગરમાં નિશિથ દાખલ થાય છે અને કઇ બાજુ જવું તે વિચારતો ઊભો રહે છે ત્યાં તેના કાન પર એક અવાજ સંભળાઇ છે. દીકરા એ દીકરા, આ સાંભળી નિશીથ ચોંકી જાય છે અને અવાજની દિશામાં જુએ છે તો કોઇ દેખાતું નથી. ત્યાંજ દુરથી પાછો એજ અવાજ આવતો સંભળાઇ છે. નિશીથ અવાજની દિશામાં આગળ વધે છે. આગળ વધતા સામે એક મોટો રસ્તો આવે છે નિશીથ તે રસ્તા પર આગળ ચાલવા માંડે છે. તે ચાલતો ચાલતો અવાજની દિશા તરફ આગળ વધે છે ત્યાં થોડે દૂર તેને એક વિશાળ દરવાજો દેખાય છે તેના પર કંઇક લખેલુ છે પણ સમયની થપાટો ખાઇ તે દેખાય