ધારણા

(28)
  • 2.3k
  • 2
  • 672

માનસી ગેલેરીમાં ઉભા રહીને સામે આવેલા રો હાઉસમા હમેશા ઓટલે બેસી રહેતા, ઓટલા સભા ભરતા, મોટો લાલચટટક ચાંદલો કરતા માજી દેવ થયાં હતાં. ત્યાં જોઇ રહી હતી. કરડો ચહેરો અને સતત બધાનુ નિરીક્ષણ કરતી આંખો ને પેલો રૂપિયાના સિક્કા જેવો ચાંદલો, બધુ મળીને માનસીના મનમાં અણગમો જગાવતુ. પણ આજે એ નહોતા રહ્યા.પોતે ત્યાંથી પસાર થાય તો પણ નીચી મુન્ડીએ નીકળી જતી. એને એવુ લાગતું હતુ કે એ બહુ પંચાતિયા હતા. માનસીને થોડુ પ્રાઇવસી વાળુ જીવન ગમતું. કોઈ ગમ્મે તે પૂછે.. દુઃખતી રગ દબાવે એ વાતની એને એલર્જી હતી. એક બે વાર એ માસીએ એના રજવાડામાંથી ( માની લીધેલા વળી )