જાણે-અજાણે (23)

(69)
  • 4.7k
  • 3
  • 2.9k

રેવાને પોતાનો અંત દેખાતો હતો. ડર તો અપાર હતો પણ છતાં તેણે બોલવાની કોશિશ કરી અને જ્યારે તેણે કહ્યું કે તે વિનયને મળવા આવી હતી. પોતાનાં કાકા સમાન રચનાનાં પિતાની મોતનો જવાબ લેવા આવી હતી તો શેરસિંહ ગુસ્સામાં લાલ થઈ ગયાં. પોતાની સામે કોઈ આટલી હીંમતથી જવાબ માંગવા ઉભું હોય અને તેમાં પણ એક છોકરો જે તેમનાથી અડધાથી ઓછી ઉંમરની હશે તે પહેલાં બન્યું નહતું. પોતાનું અપમાન સમજતાં શેરસિંહને રેવાની વાતો સહન નહતી થતી એટલે ગુસ્સામાં તેમણે રેવાને વાળ પકડી ઘસાતી રીતે ઘરની બહારનાં ચોકમાં લઈ જવાં લાગ્યાં. રેવાને ખેંચાતાં વાળથી તેં ચીસો પાડતી,