બ્રેક વિનાની સાયકલ - એક લડકી ભીગી ભાગી સી...!

  • 6.3k
  • 1
  • 1.8k

એક લડકી ભીગી ભાગી સી...!વર્ષા ઋતુ. રિમઝિમ બારીશ. પલળવાની ઋતુ. ભીની લટોને ઝાટકવાની ઋતુ. (પરણેલાં દંપતી માટે પત્ની દ્વારા પતિને ઝાટકવાની ઋતુ) ગરમ ચાની પ્યાલીની વરાળ માણવાની ઋતુ. મરીઝના કાફિયાની એ છોરીને પલળવાની ઋતુ. એક બીજામાં ભીંજાવાની ઋતુ. સૌને આ ભીની-ભીની મોસમમાં ગરમ ભજીયા ભાવે. એવી રીતે કોલેજીયન યુવાનોની આંખોને ગરમ દ્રશ્યો પણ પસંદ આવે.જેમ કે... કૉલેજમાં જતી કોઈ યુવતી વરસાદમાં પલળતી હોય. એ છોકરી પછી વૃક્ષ નીચે ઉભી રહીને કોરી થવા મથતી હોય. વરસાદનું કોઈ તોફાની બિંદુ (બક્ષીબાબુની માફક) છોકરીને ગલીપચી કરતુ હોય. ભીનાં ભીનાં વાળને ઉત્તરથી-દક્ષિણ અથવા પૂર્વથી-પશ્રિમ ફંગોળતી હોય. ફિલ્મના હીરો સમાન એ છોકરા પાસે મોટી ગાડી