સરપ્રાઈઝ

(20)
  • 2.6k
  • 1
  • 907

હિમાને આજે ઉઠવાનું પણ મન નહોતું થતુ. આખુ શરીર કળતુ હતુ. અંદરથી સુસ્તી જાણે શરીર ગરમ કરી રહી હોય એવુ લાગતુ હતુ. બીજુ એલાર્મ વાગ્યું, મહેનતથી ઊભી થઈ.ત્યાં હર્ષ ઉંઘરેટી આંખો ખોલી ને ક્હે " સર્જૂભાઈનુ ટિફિન પણ બનાવવાનુ છે, ભાભી પિયર ગયા છે." હિમા અચકાઇને બોલી "પણ, એ ક્યાં તમને." ત્યાં તો હર્ષ તાડૂકયો "હવે એ તારે નથી જોવાનૂ. દરેક વાતમાં દલીલ." હિમાને ઓછુ આવી ગયુ. ક્યારે પિયર ગઇ હતી બે, ના ત્રણ વરસ અને આંખમાં આંસુ આવી ગયા. હર્ષના દુકાન પડોશીઓની પત્ની પિયર જાય મજા કરે અને પોતાને એ લોકોની સેવા કરવાની. ટિફિનની જ તો. એક તો પોતાનુ