વંચિત

(38)
  • 3.6k
  • 1
  • 1k

‘અરે, ઘણું મોડું થઈ ગયું. આ પ્રીત પણ સ્કૂલેથી આવી ગયો હશે. મને જોશે નહીં તો રડવા બેસશે. આ યુવાનિયાઓ, આડેધડ વાહનો ચલાવીને અકસ્માત કરે ને બીજા લોકોને ટ્રાફિકથી હેરાન થવાનું. હે ભગવાન..’ સ્વગત બબડતી સ્વરાએ સ્કૂટર એપાર્ટમેંટના પાર્કિંગમાં પાર્ક કર્યું અને લગભગ દોડતી પેસેજમાંથી લિફ્ટ પાસે આવી. લિફ્ટ નીચે આવે એટલી ધીરજ નહોતી. તેણે બે-ત્રણ વાર બટન દબાવ્યું. ચોથા માળે આવીને તેણે ઘર તરફ જોયું પ્રીત આવી ગયો હતો પણ રડતો નહોતો. સામેના ફ્લેટમાં રહેતા સંગીતાબહેન સાથે રમતો હતો. જરાક વાર માટે તે ગભરાઈ ગઈ. સોસાયટીમાં રહેતી અન્ય બહેનોએ કરેલી વાત તેને યાદ આવી. એણે જલ્દી જલ્દી લોક ખોલી