જ્યારે ફિલ્મો જોવી પણ એક ઉત્સવ હતો! - ૧

(28)
  • 2.6k
  • 2
  • 988

આ આર્ટીકલમાં તારક મહેતા કા ઉલટા ચશ્માના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેની જેમ ‘હમારે ઝમાને મેં’ ની વાત અને વખાણ કરીને આજના જમાનાની કે આજના યુવાનોની સિનેમા જોવાની આદતની ટીકા કરવાની કોઈજ ઈચ્છા નથી. આ આર્ટીકલનો હેતુ માત્ર ને માત્ર યુવકોને તેમના માતા-પિતા અને દાદા-દાદી કેવી રીતે ફિલ્મો જોવાનો આનંદ મેળવતા તે જણાવવાનો છે અને એમના માતાપિતા અને દાદા-દાદી જો આર્ટીકલ વાંચતા હોય તો તમને એ સમયમાં ફરીથી પ્રવાસ કરાવવાનો છે. એ સમય લગભગ પંદર વર્ષ પહેલા સુધી ચાલુ હતો જ્યારે સિંગલ સ્ક્રિન થિયેટરોની સંખ્યા હજી પણ સારીએવી હતી. પરંતુ તેનાથી પણ આગળ વધીએ તો એ સમયે ફિલ્મો તો શુક્રવારે