કૌશલે પણ વિનયની વાતથી સહમત થતાં ના પાડી. પણ રેવા ચુપ બેસે તેમ હતી નહીં. "રેવા.. થોડું તો વિચારીને બોલ.. તને ભાન પણ છે કે આનું પરિણામ શું આવી શકે?.." કૌશલે રેવાને સમજાવતાં કહ્યું. "હા ખબર છે.. પણ તું જ વિચારને ... જો પગલું જ નહીં ભરીએ તો સફળતા કેવી રીતે મળશે? અને તું તો મને અહીં આવવાનું પણ ના કહેતો હતો પણ છતાં હું આવી અને સારું થયું ને .. નહીં તો સાચી વાતની જાણ કેવી રીતે થતી?..." રેવાનો કૌશલ અને વિનયને સમજાવવાનો દરેક પ્રયત્ન વ્યર્થ હતો. તેની વાત સાંભળવા કોઈ