પારદર્શી - 11

(34)
  • 2.1k
  • 3
  • 1.3k

પારદર્શી-11 ગઇ રાત્રે બનેલી ઘટના જેમાં પેલા વૃદ્ધ દંપતિનો બચાવ થયો, સમ્યકને એ વાતથી ઘણો સંતોષ હતો.પણ એના પપ્પાએ કહેલી વાતોથી એ થોડો ‘ડિસટર્બ’ થયો હતો.જો હવે અદ્રશ્ય થયા પછી કોઇને અવાજ નહિં સંભળાઇ તો એનાથી લાભ થશે કે હાની? એ કેટલાય વિચારો પછી પણ સમ્યક નકકી ન કરી શકયો.આખરે એ વાતને ગૌણ માની એ આગળ વધ્યોં.હવે તો રોજ રાત્રે એ નીકળી પડતો.કેટલાય લોકોને મદદ કરી શકતો.પણ દરેક ઘટના બીજા દિવસે સમાચારોમાં ચમત્કારીક સાબીત થવા લાગી.શહેરમાં અમુક તો સીસીટીવીનાં ફુટેજ પણ સોશ્યલ મીડીયામાં ફરતા થઇ ગયા.જેમાં સમ્યક તો નહિં પણ એનું અદ્રશ્યપણું છતુ થવા લાગ્યું.અમુક લોકો આને