વિષાદ યોગ - પ્રકરણ - 40

(173)
  • 6.6k
  • 3
  • 4.2k

કૃપાલસિંહ આજે ખુબ ખુશ હતો તેનો દાવ બરાબર પડ્યો હતો. પાર્ટીની મીટીંગમાં તે છવાઇ ગયો હતો. આવતા મહિને જાહેર થતા વિધાનસભાના ઇલેક્શનની રણનીતી નક્કી કરવાની મીટીંગ હતી. જેમા બધાએ પોતાના મત રજુ કર્યા હતા અને બઘાનાજ મત મુજબ આ વખતે સતા ટકાવી રાખવી અઘરી છે. ત્યારબાદ કોઇ પણ રીતે સતા ટકાવી રાખવા માટે શું કરવું જોઇએ તેની ચર્ચા થઇ. આ મિટીંગમાં દીલ્લીથી પક્ષના પ્રમુખ અને હાઇકમાંડના મોટા માથા હાજર હતા. આ ઉપરાંત ગુજરાત રાજ્યના પાર્ટી પ્રમુખ, મુખ્યમંત્રી, બધાજ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા. બધાજ પોતપોતાનો મત રજુ કરતા હતા. બધાના મંતવ્ય પછી કૃપાલસિંહે ઊભા થઇ બોલવાની શરુઆત કરતા