પ્રેમ વાસના - પ્રકરણ - 33

(328)
  • 7.5k
  • 7
  • 3.9k

પ્રકરણ - 33 પ્રેમ વાસના મહારાજશ્રી વૈભવને સમજાવી રહેલાં. વૈભવ ખૂબજ આશ્ચર્ય સાથે ધ્યાનપૂર્વક સાંભળી રહેલો. મહારાજશ્રીએ કહ્યું વૈભવ એ જળનાં કરેલાં પવિત્ર વર્તુળમાં ગયાં પછી તું અને વૈભવી સંપૂર્ણ સુરક્ષિત છો. એ વર્તુળની બહાર અમારાં હવનયજ્ઞમાં પિશાચની આહૂતી અપાઇ જાય એનો જીવ સદગતિ થાય પછી મોટો પ્રચંડ અવાજ થશે તે પછી જ તમારે આ વર્તુળની બહાર આવવાનું છે એ ખાસ ધ્યાન રહે. વૈભવ હવે હું તને જે સમજાવવા જઇ રહ્યો છું એ વિધી વિધાન તને જરા વિચિત્ર અને કઢંગુ લાગશે પરંતુ આપણે ત્યાં અહીં પ્રેતયોનીની વિધીમાં અઘોરી શક્તિને વધુ શક્તિમાન પ્રજવલિત કરવા માટે આવું બધું થતું હોય