પ્રકરણ-32 પ્રેમવાસના અઘોરીબાબાની ચેતવણીનાં સૂરમાં આપેલી ધમકી કામ કરી ગઇ અને પ્રેત શાંત થઇ ગયું. પછી અધોરીબાબાએ કાળગણિતનું પુસ્તક હાથમાં લીધું આજનો દિવસ તિથી, કાળ, ચોઘડીયું. નક્ષત્ર અને બધું જોયું પછી છોકરાઓનો ઓરા માપતાં હોય એમ એમને જોઇને વેઢાથી ગણત્રી કરીને જાણે પળ નક્કી કરી દીધી અને એ વિધીની પળને બાંધી દીધી. પછી મહારાજશ્રીની સામે જોયું અને મહારાજશ્રી ઇશારો સમજી ગયાં એમણે હાથમાં ભસ્મ લીધી અને વૈભવી-વૈભવનાં કપાળે અને માથા પર લગાડી દીધી. કળશમાંથી જળ લઇને તાંત્રિક મંત્ર ભણીને જળ છાંટયું પછી વૈભવને ઉદ્દેશીને કહ્યું "વૈભવ દીકરા તું એકલો જ મારી પાછળ પાછળ આવ એમ કહીને તેઓ