પ્રેમ વાસના - પ્રકરણ - 29

(261)
  • 6k
  • 5
  • 3.6k

પ્રકરણ - 29 પ્રેમ વાસના અઘોરીબાબ અને મહારાજશ્રીએ જેટલું કહેવાનું સમજાવવાનું હતું તે બધું પ્રમાણસર કહી દીધું. પછીથી સખારામને બોલાવીને કાનમાં સૂચના આપી. સખારામે હાથ જોડીને કહ્યું "હું બધી તૈયારી કરું છું અને સવિતા પાસે જવનાં દાણાં, કપૂર, તાંબાનાં લોટામાં પાણી મંગાવ્યું અને ત્રણ નંગ સોપારી મંગાવી, મહારાજશ્રીએ અઘોરીબાબાને પૂછ્યું બે કે ત્રણ સોપારી ? અઘોરીબાબાએ સદગુણાબ્હેન તરફ નજર કરીને ઇશારાથી સમજાવ્યું મહારાજશ્રી સમજી ગયાં અને હાથ જોડાઇ ગયાં કહ્યું "હા માફ કરો સમજી ગયો. અઘોરીબાબા અને મહારાજશ્રીની ચેષ્ટા કોઇને સમજાઇ નહોતી રહી છતાં કાયમી શાંતિ મળે એ માટે કૂતૂહૂલતાથી બધા બધું જોઇ સાંભળી રહ્યાં હતાં. થોડીવાર ચૂપકીદી છવાયેલી