લગ્નની ભેટ

(74)
  • 4.1k
  • 1
  • 1.2k

લગ્નની પ્રથમ રાત્રિએ પતિની રાહ જોતી શિલ્પા ઘુંઘટ કાઢીને પલંગ પર બેઠી છે. આજનાં જમાના પ્રમાણે આમ બેસવું જરા હાસ્યાસ્પદ લાગે પણ અજયની મરજીને શિલ્પાએ માન આપ્યું છે. અજય, તેનો પતિ, તેમના એરેંજ મેરેજ હતા. જ્યારે પહેલીવાર અજય તેની માતા સાથે તેના ઘરે આવ્યો હતો, ત્યારથી જ શિલ્પા તેની પર મોહિત થઈ ગયેલી અને મનમાં ને મનમાં તેને પતિ માની બેઠેલી. જે દિવસે એ લોકો શિલ્પાને જોવા આવ્યા ત્યારે અજય વિશે, તેના પરિવારમાં માત્ર બે જ વ્યક્તિઓ છે, તે અને તેની માતા પ્રભાબહેન, તેના પિતાનો બહુ નાની ઉમ્મરમાં સ્વર્ગવાસ થઈ ગયેલો, બસ એટલું જ શિલ્પા જાણતી હતી. શિલ્પાને જોવા આવેલા