"આમ ધુરી ધુરી ને શું જુવે છે ?? મારા કપડાંમા કોઈ ખરાબી છે...!!!! ને હોય તો પણ ભલે...કેમકે , લોકોની સાથે ચાલવા માટે વેશ બદલવો જરુરી છે." તે પોતે જ સવાલ કરતી હતી ને પોતે જ તેનો જવાબ પણ આપતી હતી. "રોબિતા, સવાલનો જવાબ તારે જ આપવો છે તો તું સવાલ શું કામ પુછે છે..!!!!" રીતલનો પક્ષ લેતા રવિન્દ તરત જ બંનેની વચ્ચે ટપકી પડયો. એકબીજાને ગળે મળ્યા પછી રવિન્દ અને રીતલ તેમની સાથે તેમની ઘરે ગયા. કેટલા દિવસનો થાક તેમના ચહેરા પર સાફ સાફ દેખાતો હતો. પણ, રોબિતા સાથે વાતચીત કર્યા પછી તે થકાન થોડી ઉતરી ગઈ હતી. આટલી મોટી બિઝનેસ